હૈયામાં હામ

Posted in કાવ્યો by saryu on May 29th, 2013

હૈયામાં હામ

સ્નેહ સરવરમાં આછો નિશ્વાસ, આર્ત દેહલીએ વિલો વિશ્વાસ.
આજ  મનડાંમાં  હિમાળો  શ્વાસ, ચહે  દિલડું   હૂંફાળો ઉશ્વાસ.
સખી! હૈયું બળે ને હામ ઓગળે.

કેમ  માપું  મારા હેતની  તનાળ,  મારા   કોઠાની હૈયા  વરાળ!
ભલો મોર્યો’તો આંબાનો કોર, ઝાંય લાગી તે શ્યામળી કરાળ.
સખી! હૈયું બળે ને હામ ઓગળે.

મેં  તો કૂવો ઉલેચી કુસુમે ભર્યો, તપ્ત તોરણ  તાડપને નીરે ઝર્યો.
બંધ મુઠ્ઠીમાં  બાંધ્યો પરપોટો,  હાથ ખોલું ને તારો બની સર્યો.
સખી! હૈયું બળે ને હામ ઓગળે.

ગ્રહણ આવ્યું હતું ને સરી ગયું, ઘડીક આવીને કાળજ કોરી ગયું.
કરમ કૂંડળીમાં કરતું’ગ્યું ભાત, આજ આતમમાં ઊજળું  પ્રભાત.
સખી! હૈયું હેલે ને હામ ઝળહળે.
——

કંઈક ખોવાયાની નિરાશા પછી અંતરમંથન અને સ્વાર્થી ઈચ્છાઓને તજી,
ફરી હિંમત જાગૄત કર્યાનો હરખ.         તનાળ=સાંકળ   કરાળ=ભયજનક

 

1 Comment

  1. Devika Dhruva said,

    June 4, 2013 @ 12:57 am

    સરસ કાવ્ય.. છેલ્લી લીટી ‘સખી ! હૈયું હેલે ને હામ ઝળહળે’અતિ સુંદર..ઉંચેરો સંદેશ પણ..ખુબ ગમ્યું..

RSS feed for comments on this post


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.