માનવ મેળો
માનવ મેળો
વિચાર વર્તન વાણીનો આ કાચોપાકો બાંધો છે,
સાંધામાં પણ સાંધો છે ને એમા સૌને વાંધો છે.
જીવ જીવ કોઈ ચોરી ચળવળ ચર્ચામાં બંધાયો છે,
ઊજળો રસ્તો જોઈ શકે ના એવો આ અંધાપો છે.
મનબુદ્ધિનો લગાવ ધાગો અળવીતરો અટવાયો છે,
ભરી ભોમમાં પાંચ જણા સંગ મ્હાણકરી સંધાયો છે.
કૂપમંડૂકનો સ્થિર નીરમાં અવાજ બહુ રૂંધાયો છે,
સ્વાર્થ સલામત સુવિધા સર્જિ, અંતે એ મુંજાયો છે.
સહજ સરળ ને શુધ્ધ ટકે ના એવો વા સૂસવાયો છે,
કરમ કુંડાળે ફરતો દોડા દોડીમાં રઘવાયો છે.
સ્વપ્ના સંતાકુકડી ખાલી પડછાયો પકડાયો છે,
સમય સરંતી રેતી સાથે અંગત આજ પરાયો છે.
જાણી શકે તો હકાર હેતે હોંશે સંગ સુમેળો છે,
માણી શકે તો આ જીવન એક મસ્તજનોનો મેળો છે.
————-
Rajendra said,
June 23, 2013 @ 7:03 am
सुन्दर रचना ! आखरि पन्कति में जो कह दिया हैं वो ही जीवन का सच्चा रुप हैं।
માણી શકે તો આ જીવન એક મસ્તજનોનો મેળો છે.