અંતરંગ
અંતરંગ
આવી રહ્યા છે…., આવશે,
ને બારણું એ ખોલશે.
રતિ વાટ જોતી બેસશે,
દીપવાટને સંકોરશે.
આ દેહની દીવાલ અહીં,
ને દિલ ઊડે ક્યાં અહીં તહીં.
ઘેરી મધુરી રાતમાં,
તારા ચમકતાં કહીં કહીં.
આજની આ દોર પર,
લહલહે ભવિષ્ય પળ.
આરજૂના અર્ધ્યથી,
અર્પતી અશ્રુના જળ.
શ્વાસનો સિંદૂર સજી,
ને સૂત્ર મંગળ બાંધતી.
કર કમળના કંકણો,
હસુ હસુ સૌભાગ્યથી.
અંતરંગના આંગણે,
મગન મનની મોહિની.
રણઝણે રથ આગતમ્,
સુખડ ચંદન સ્વાગતમ્.
————-