કાચનું મંદીર/Mes’merism
www.sabrasgujarati.com પદ્ય હરિફાઈમાં આવકાર.
કાચનું મંદીર
સપના કેરા શીશ મહેલમાં જરા નમીને જોતા
અરમાનોના ચહેરા હસતાં, દેખાતા ખોવાતા
પ્રતિબિંબોની હારમાળમાં મોઘમ મોં મલકાતા
આરસીઓમાં દ્રશ્ય તરંગો હળુ હસીને વિલાતા
નાના પગમાં ઝાંઝરીયું બસ વણથંભી ઝણઝણતી
ફેરફુદરડી તાળી દેતી ખિલખિલ ખાલી હસતી
કાચનુ મંદીર, વ્હાલો વડલો, છાવરતો’તો છાયા
અજાયબી એ શિશુર્હદય ને અગણિત એ પરછાયા
ભ્રામક દર્પણ, અચરજ આંખો, જોતી’તી પ્રતિછાયા
સમજણ સ્મિત સંવારે ભોળા બચપણના પડછાયા
————-
ભાવનગર પાસેના ગામડામાં કાચનુ મંદીર હતુ,…એની યાદમાં
I would sneak and peek into the magic glass palace
The faces of the future would beam, tease and vanish
The uncanny rows of smiling reflections,
The waves of notions softly slip to deflections.
For the eight-year-old, a wonder of her world,
The innocent heart was totally submerged;
The jingle-jangle anklets were flying with her feet
To race up and down on the steps of the pulpit.
Then a picnic with her pals in the shadow of a tree,
The feeling of belonging, bound all the way around.
The mystical mirrors and those magical refractions–
Now wisdom nudges slowly from those warm interventions.
—————–