અંજુના પગલાં
અંજુના પગલાં
અંકુર પગલાં અંજુના દિલ ગાલિચા પર દોડે
પતંગિયા સી ઊડતી આવે, હોઠેં મધુ ચખાડે
રેશમની અંગુલીઓ મારી આંગળીએ વીંટાળે
વ્હાલે વારે, જાવા ના દે, પકડી ને બેસાડે
શ્વેત કમળ સુ સુંદર મુખડું મલકે મોહ પમાડે
પલક પલક પાલવને પકડે રંગ તરંગ જગાડે
સ્થીર કીકી, ને ભારી પાંપણ, ઢળે ઢળે ને ખોલે
“ના ના, મુજને ઉંઘ ના આવે”,અર્ધ ઉંઘમાં બોલે
બે હાથોના ગુલશનમાં ખુશ બહાર દોડી આવે
હસુ હસુ બે ગાલ ખીલીને મીઠો મનરવ લાવે
હૈયાની હરિયાળી રૂમઝુમ પગલીને સંચારે
મૃદુ મુલાયમ મંજુલ આહટ અંતરના ધબકારે
———