પરાવર્તન
પરાવર્તન
એક કિશોરી કરતી ભૂલ
ખૂંચતી રહે જનમભર શૂલ
મા એને મંદિર લઈ જાતા
બાપુ મહત્ મુખી કહેવાતા
સહજ હતા સુખ ને સગવડતા
મોજ શોખ એને પરવડતા
અધ્યાપનમાં આગળ ભણતા
મુલાકાત થઈ હરતા ફરતા
યૌવન જોમ હ્રદયમાં છલકે
સપના ખુલી આંખમાં હલકે
ભોળુ મન લલચાવે વાતો
હિંદુ મુસ્લીમ વીસરી જાતો
ઉંમર ભેદ ને જૂઠી શર્તો
લેતી માત્રિ વિરોધી રસ્તો
નવો દેશ ને પતિ પાવરધો
પિંજરમાં એના વિતે વર્ષો
બાળ શિશુસહ ઉદાસ આંખો
છૂટવાને ફડફડતી પાંખો
મ્હાણ પકડતી હાથ અજાણ્યા
આત્મજ્ઞાન શ્રધ્ધાને જાણ્યા
સપ્તપદીના સાતવર્ષમાં
બન્યા હતાં જે સાવ અજાણ્યા
મડાગાંઠ જે પડી ગયેલી
ખુલી તોય ગૂંચવાઇ પડેલી
ખેંચતાણ ને જોરા જોરી
વચમાં બાળક પરવશ દોરી
સુલજાવીને વિકટ વૃત્તને
લઈને ચાલી બાળપૂત્રને
જાગ્રત છે એ આજ પછીથી
નહિ આચરવું જૂઠ મતિથી
અંતર અગ્નિ હૂંફ આશમાં
ઉજ્વલ ભાવિ નવા સાથમાં
આસપતંગની સૈર સપટમાં
સ્થીર ચરણ ને દોર હાથમાં
———-
બાળક લઈને જતા રહેલા ક્રુર પતિ પાસેથી, નવા અમેરિકન પતિની મદદથી કુનેહપૂર્વક, કાયદાસાથે ભારતથી બાળકને પાછો લઈ આવતી માતા.