અંજલિ
અંજલિ
ઠંડી ગરમીની મીઠી રકજક રસતાલે
ઊડ્યો ગુલાલ શીત સવિતાના ગાલે
રમતો રે તેજપૂંજ ધરતીની ધારે
ગરવું હસીને સરે સૂરજ સવારે
રજનીની ઓઢણી સરતી સંચારે
જડચેતન સંગત સુચારુ સંસારે
સમભાવે કિરણો સ્પર્શે સમતારે
હુંફાળો હાથ ફરે આશા મનતારે
વર્ષાની વાછંટ ને વાદળ વણજારે
રૂપાના બરફફૂલ ચાદર પથરાવે
સુણતા ભાનુરથના રંજન રણકારે
સંકેલે ગાલીચા જયજય જયકારે
ચેતનનો ચંદરવો સોનેરી જરજરી
અંશુમાન આંગણ અંજલિ અભર ભરી
———-
અંશુમાન=સૂર્ય
hemapatel said,
December 9, 2010 @ 8:47 pm
ચેતનનો ચંદરવો સોનેરી જરજરી
અંશુમાન આંગણ અંજલી અભર ભરી.
ખુબજ, ખુબજ સુન્દર, બહુજ સરસ શબ્દોની સજાવટ સાથેની રચના.