એક વેંત ઉંચી
ચિત્રઃ દિલીપ પરીખ
એક વેંત ઉંચી
અસુખ અડકે ના મારે અંતરે
જીવન ઝંઝાળ જાળ જગત રે
ઉડતી રહું એક વેંત ઊંચી કે,
સરતી રેતીની સરત સેર રે
સરખા ઉજાસ મારે આંગણે
નહીં રે પડછાયા મારી પાંપણે
પહેલા આપીને લીધું આપણે
છૉડીને સ્વાર્થ દહર બારણે
વટને વેર્યુ રે ઉભી વાટમાં
માફી લળી મળીહળી વાસમાં
ઈશના અનેક રૂપ રાસમાં
એક એક શ્વાસ એના પ્રાસમાં
ક્ષણ ક્ષણના સ્પંદનો સુગંધમાં
નવલ નવા સર્જન શર બુંદમાં
છો, પહેરી ઓઢી ફરૂ વૃંદમાં
એકલી મલપતી મનૉકુંજમાં
——–
સરત=સ્મૃતિ, દહર=દિલ, શર=પાણી