યાદ ન કરાવ

ચિત્રઃ દિલીપ પરીખ
યાદ ન કરાવ
નહીં રે કરો મારા કાન્હાની વાત,
દિલના દરવાજેથી વાળી લ્યો વાત,
આરત અક્ષરની ના એને વિસાત,
સખી! નહીં રે કરો મારા કાન્હાની વાત.
ઉધ્ધવજી આવ્યા ને લઈ ગ્યા અમ પ્રાણ,
હવે એની લગનીના ચાલ્યા લખાણ,
રહેવા રે દયો હવે એના વખાણ,
સખી! નહીં રે કરો મારા કાન્હાની વાત.
રુકમણી બોલાવે દોડી ગ્યા ક્હાન,
હવે એની પ્રીત્યુની ત્રીલોકે જાણ,
આકરી રે સૂણવી એ અપહરણ ક્હાણ,
સખી! નહીં રે કરો મારા કાન્હાની વાત.
વાતને વિસારૂં ઘાવ મ્હાણ રે રૂઝાય,
આંખોની ઓઝલમાં નીર જઈ સૂકાય,
જીવ મારો રહીરહીને કળીયે કપાય,
સખી! નહીં રે કરો મારા કાન્હાની વાત.
એંધાણી આજ લહે ધ્યાન મારૂં બ્હાર,
અષાઢી અંબર ઝળુંબે મારે દ્વાર,
‘તારો છું’ કહીને આલિંગે ઘનશ્યામ,
સખી! વ્હાલપ વિભોર સૂણું કાન્હાની વાત.
——