ઝાંખો ઉજાસ
ઝાંખો ઉજાસ
બચપણનાં સાથી વડછાયા
બની ગયાં પડછાયા,
વિસરેલા એ દૂર દેશના,
ઓળાઓ વરતાયા.
સપના આગળ ઝૂલતા વાદળ
પાંખ પ્રસારી પવનમાં
ઉડી ગયા, નહીં પાછાં ફરિયા
અંજળ પાણી પીવા
ગરવા ગહના ગાણાં શીખ્યા
સંગ અંજુમન ગાયા
ગુંજે આજે રંજ રજનીમાં
પકડી કહે, ખમી જા
અમ આવાસે હેત કોડિયા
મૂક બની બુઝેલા
એ દૂનિયાના દીવા ક્વચિત
ઝબૂકે મૃત્યુ પહેલા
જીર ડાળીના ફૂલ સૂકાયા
મસ્તક પુસ્તક પાને
કદી જોઈ લઉં પાના ખોલી
હતાં સાથ કોઈ કાળે
ક્ષિતિજ નજીક જઈ નજર કરું
ઝાંખા જણને સંભારું
આ જીવનનાં પ્રભવ ઉજાસે
વિલીન થતું અંધારું
——
ઉગમસ્થાનથી બહુ દૂર ચાલ્યા ગયા પછી પ્રશ્ન થાય કે આ જીવનકાળમાં જ એ બધા હતાં!