જાગૃતિ
painting by Dilip Parikh
જાગૃતિ
અતીતના ઓળા ના ઓસરે, ઓ સતગુરૂ
અતીતના ઓળા ના ઓસરે……
એની એ પગલીને પગથારે પગથારે
વર્તમાન વેરાતુ જાયે, હું કેમ કરું?
સારો સંસાર આપકર્મોની ઈંટ પર
સર્જાતો બંધાતો યાદોની પીઠ પર
વિવેકી વાડ કેમ બાંધુ, હું કેમ કરું?…..
કરમાતા ફૂલ લઈ આવી હું છાબમાં
નવરંગી કુસુમોના મઘમઘતા બાગમાં
સૃષ્ટિની સોડમ ના જાણુ, હું કેમ કરું?…..
શમણું હું સમજુ જ્યમ રાત્રીનુ સ્વપ્ન છેક
જાગુ, તો જાણુ આ સપનુ સંસાર એક
પરમ શાંતિ નિત્યાનંદ પામું
પરમ શાંતિ નિત્યાનંદ પામું …….
—————