બરફના ફૂલ
બરફના ફૂલ
હિમના હળવા ખરતાં ફૂલ
એ શ્વેત સુંવાળા ચમકે
તરૂવર આધારે જઈ અટકે
એના પળપળ અશ્રૂ ટપકે
હિમના હળવા ખરતા ફૂલ
નીરવ નિર્મળ ઉરે ઉસૂલ
નહીં રે રંગ રંગીલી ઝૂલ
વળગે ના વ્હાલપની ધૂલ
હિમના હળવા ખરતા ફૂલ
ગુનગુન ગુંજન નહિ કોઈ ભમરો
નીરખે નહિ રે કામણગારો
નહીં એને કરમાવાનો વારો
હિમના હળવા ખરતા ફૂલ
એને વીંજણો ઢોળી જાવ
એમાં ફોરમ ફૂંકી જાવ
એમાં ચેતન રેડી જાવ
વિસ્મિત ઠરી ગયેલા ફૂલ
વેણું વસંતની વાગી રે
પર્ણે ઉત્સુકતા જાગી રે
ડાળી ડાળી હવે હસી રે
પુલકિત સ્મિત વેરતા ફૂલ!
———–