દાન અને સ્વીકાર / Give-Receive

Posted in કાવ્યો by saryu on February 14th, 2010

દાન અને સ્વીકાર

સઘળી આંગળીઓ સરળ સાથે મળીને સુસ્નેહે નમીને હો  આપતી
વાળેલી મુઠ્ઠીઓ ખોલી  હથેળીઓ ભાવે આવી ને સ્વીકારતી
ત્યારે ઉદાત્ત કોઇ ઉરની ઉદારતા, પૂરણ પ્રભાસને દીપાવતી

હસતાં હસતાં કોઈ હૈયા લઈ હાથમાં, આવે રે દોડતાં દુવારમાં
આવરણ ખસેડીને, પાંખો ફેલાવીને, લઈને સમેટી લે બાથમાં
ખુશદિલ જો સંગ ઉડે સાથમાં, પરમ આનંદ પવન પાંખમાં

અર્પેલી અંજલી છંટાયે આભથી અવનીના પાલવની કોરમાં
ટીપા સ્વરુપે આ ટપકંતા પ્રેમને ચાતક ચૂમે રે તૃષારમાં
પાણીના પીગળેલા નાનેરા બુંદને, નિઃસીમ બનાવે વિસ્તારમાં

રવિરાજ  કિરણો જે વિશ્વને ઉજાળે, તે ચન્દ્ર પ્રતિબિંબથી વધાવે
મૈત્રીની શક્તિને સાક્ષી ગણીને ભરી અંક, સુર્ય તેજને વધારે
મિત્રે આપેલ એક મોંઘેરી ભેટને, અદભૂત આકારે ચિતરાવે

યથાક્રમ અંબરની ઉર્જા અખંડ રહે, દેન-લેન નર્તનથી ચેતન અનંત વહે
કદરદાન ગુણીજન જો તાંદુલના સ્વાદને, ક્રુષ્ણ બની ચાખે ચખાડે
સાદી શબરીના અજીઠાં એ બોર ગ્રહી, રામ અતિ દુર્લભ બનાવે

———
ગુણી સ્વીકારનાર, આપનારની મહત્તા વધારે છે.

Give-Receive

Smooth supple fingers rich, ready to give
Open your palm and warmly receive
Flows infinite energy, tranquil and free

Someone may come with the heart in hand
widespread wings and sway in a swing
Share a joyful journey, do listen and sing

Warm bright rays illumine the Universe
Like the sun to the moon, give ‘n take, be a friend
let the reflection glow to the infinite gleam

The celestial showers trickle down to earth
Venture to quench a long time thirst
Help pour even more to the infinite gift

The sound from beyond wakes all and one
The scattering tunes combine within one
Let the strings tantalize to an infinite tone

Giver is grander when a worthy receiver
Pearl is just water ’til the shell is a catcher
Keep giving, receiving, reviving to nurture
—————–

Comments are closed.


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.