સંમતિ-લગ્ન
painting by Dilip Parikh
સંમતિ લગ્ન
પસંદ પરમાણ એમ માએ કહ્યું
ને વળી કીધું કે પ્રેમ પછી આવશે
જઈ વેલી વિંટાઈ ગઈ વૃક્ષને
વચનો આપ્યા ને બન્યા જીવન સંગાથી
છાવરે છે વર્ષા ને વાતા વંટોળથી
પાંગરે રે કૂંપળ પ્રથમ પ્રેમથી
સુકોમળ કમળપત્ર પોયણીના નેહની
સૌને અર્પે એ છાંયા સુસ્નેહની
ગહેરી ગંભીર મલય બેલડી
પાનખર ગઈ, ગઈ કેટલી વસંત પણ
વિનીત વેલ વૃક્ષ સુમેળથી સમર્પણ
પર્ણ પૂષ્પ આનબાન અર્પણ
બેમાંથી એક બને વિશ્વાસે વ્હાલ વધે
ઉત્તરોત્તર અંતરપટ રમ્ય ૠજુ સુક્ષ્મ બને
સંમતિનો લગ્નદીપ પ્રણય લય પ્રસારે
———————-
P Shah said,
February 12, 2010 @ 4:09 pm
સંમતિનો લગ્નદીપ પ્રણય લય પ્રસારે…
સુંદર રચના !
દિલીપભાઈના ચિત્રો ગમ્યા.
સુંદર બ્લોગ છે.
અભિનંદન !