અંતરશત્રુ
અંતરશત્રુ
જે સમયે આવે અશાંતિ ને ક્રોધ
હર સમય માનુ કોઇ નાખે અવરોધ
સંકુચિત દ્રષ્ટિ શબ્દ-કાંટાની વાડ
વિચલિત ને વ્યાકુળ વટ કરતાં લઢ્વાડ
મારા સ્વજનસંગી અનેક વિધ રિજવે
તૃષ્ણ મન પળભરમાં અકારણ પજવે
આ ખેંચ્યુ તે માગ્યું દીધું ને લીધું
અંતે અમી અંતર હો એટલુ જ પીધું
સંતની જો શાંતિ ને કરી લે વિચાર
મહીં છુપ્યા શત્રુઓ આવતા બહાર
બ્રહ્માની સૃષ્ટિ હશે સુંદર સુલેખ
મારી મનઃસૃષ્ટિની સર્જક હું એક
—————
painting by Dilip Parikh