તમસ, રજસ, સત્વ
તમસ, રજસ, સત્વ
અગણિત ઈચ્છાઓ, માત એની મમતા
અવિરત ક્લેષો, માત ‘હું’ અહંમતા–
સુખ અને દુઃખ એક સાથ સાથ વસતા
અનેક વિધ આકારે સર્વ સમય ડસતા–
મધ મીઠા સાકર સા સ્વાદથી રીઝવતા
નશીલા સુંવાળા ગુપ્ત ભાવમાં વિષમતા–
માયાની મોહજાળ મલકે માદકતા
તમસ દ્વાર ખૂલ્લુ, આમંત્રે લોલુપતા–
એક એક પગલે ઉંડા ઉતરતા
બહાર કેમ નીકળું? ભારી વિહ્વળતા–
કર્તવ્ય કર્મ ધર્મ સ્નેહમાં સફળતા
રાજયોગ યમનિયમ તપમાં નિયમિતતા–
ચંદનમન ઘસી ઘસી સુવાસિત સમતા
જ્ઞાનધ્યાન દાનપુણ્ય, વિકસે સાત્વિકતા–
———