પુસ્તક-“નીતરતી સાંજ Essence of Eve”

Posted in Uncategorized by saryu on August 21st, 2011

Nitarati sanj-PDF       <click on પુસ્તક “નીતરતી સાંજ Essence of Eve”
It gives me a great pleasure to inform you all that Saryu’s book “Nitrati Sanj –Essence of Eve” has been published. The whole book can be viewed online and the link is :    www.saryu.wordpress.com

Vimochan-final વિમોચનઃ ભાવનગરમાં ૯/૨૫/૨૦૧૧

 

3 Comments

  1. Dr. Chandravadan Mistry said,

    October 8, 2011 @ 4:50 pm

    સરયૂબેનના… “નીતરતી સાંજ”… પુસ્તકની મારી વાંચન યાત્રા !
    ઓસ્ટીન, ટેક્સાસના રહીશ, સરયૂબેન પરીખના હસ્તકમળે લખાયેલ શબ્દોથી બનેલી રચના “નીતરતી સાંજ”ને પ્રથમ પ્રગટ કરી, આ સુંદર પુસ્તકને નામકરણ મળ્યું, અને જે મને એમના તરફથી પ્રસાદીરૂપે મળ્યું એ મારા માટે ખુબ જ આનંદની વાત છે.

    આ પુસ્તક ની સુંદરતામાં સમાયેલ છે સરયૂબેનના હૈયાના છલકાયેલા શબ્દો કે જે દ્વારા અનેક કાવ્ય રચનાઓ વાર્તાઓને સ્વરૂપો મળ્યા, અને એની સુંદરતા વધારવા તેમજ “મીઠી મહેક”આપવા એમના પતિ દિલીપભાઈએ એમાં એમના સર્જેલા ચિત્રોને પુસ્તક પાને મઢ્યા, જેની સાથે સમાવેશ થાય છે પુસ્તક કવરનંા “સુંદર ચિત્ર”!

    મારૂં ગુજરાતી કે અન્ય સાહિત્ય વાંચન અલ્પ છે. તેમ છતાં, મારા ખ્યાલ પ્રમાણે, આ એક પ્રથમ પુસ્તક છે કે જેમાં મુખ્યત્વે ગુજરાતી ભાષા સાથે હિન્દી અને અંગ્રેજી ભાષામાં લખાણ પણ નિહાળવા મળે છે.
    આ ભાષારૂપી ત્રિવેણી સંગમ એક ગુજરાતી સાહિત્યના પુસ્તકરૂપે પ્રથમ હશે.

    કોઈ વ્યક્તિ દ્વારા કાવ્ય રચનાઓ શક્ય થાય એ તો સરસ્વતી માતાની કૃપા કહેવાય. પણ, એવી વ્યક્તિનો જન્મ જ્યારે એક “સાહિત્ય પ્રેમી” કુટુંબમાં થયો હોય ત્યારે એના બીજ એવા સમયે જ રોપાય છે અને એવી વ્યક્તિની જીવન યાત્રામાં ખીલે છે. એનો પુરાવો છે સરયૂબેનની જીવન કહાણી! જન્મભુમી ભાવનગરમાં પિતાશ્રી હરિભાઈ મહેતા, અને સાહિત્યપ્રેમી માતાજીના વારસા સાથે ભાઈશ્રી મહેશના પદ્મશ્રી એવોર્ડની મહેક, જેનો ઉલ્લેખ આ પુસ્તકમાં થયો જ છે. સરયૂબેને અભ્યાસના ક્ષેત્રે બોટનીમાં માસ્ટરની ડીગ્રી પ્રાપ્ત કરી, અને ત્યારબાદ, લગ્નગ્રંથીથી દિલીપભાઈ પરીખ સાથે જોડાયા બાદ, અમેરીકા આવ્યા અને આવ્યા પછી કેલીફોર્નીઆ, ફ્લોરીડા રહી હવે ઓસ્ટીન ટેક્સાસમાં સ્થાયી થયા છે. એમણે એમની જીવન યાત્રામાં એમના અંતરની પૂકાર સાંભળી પરિવારીક જવાબદારીઓ અદા કરતા, સામાજિક સેવાનો પંથ લીધો છે. એક “સોસીયલ વર્કર” તરીકે ફરજ બજાવતા, એમણે અનેકને નવજીવન આપ્યું છે. આ કહાણીમાં “ટીએન” અને અનેક વ્યક્તિઓના જીવન ગુંથાયેલા છે. અને એમના પ્રેમાળ સ્વભાવના દાખલારૂપે છે, “સોનાની માછલી” કે અંગ્રેજીમાં “ધ ગોલ્ડ ફીશ”ની વાર્તા… જેમાં “માર્ગરેટ”નામની એક વ્યકતિ સાથેની થયેલી એમની મિત્રતા.

    સરયૂબેનની કાવ્ય રચનાઓ એમના હ્રદયની પૂકાર છે ….એમાં છે સમયકાળની ઘટનાઓ….જીવનના અનુભવો…..અને કુદરતની કળા યાને “નેચર”નું વર્ણન. અંગ્રેજી કે ગુજરાતીમાં શબ્દોથી શરગાણી જે એમણે પ્રગટ કર્યું એમાં એમણે અંગત
    પરિવારના સ્વરો વિષે કહી દીધું છે. જેમ કે….પિતા કે માતા …ભાઈ કે બેન કે ભાભી, સાસુ કે પતિ સાથે સંતાનો અને પૌત્ર પૌત્રી વિષે પ્રગટ કરેલું એમનું લખાણ. જ્યારે એમણે “ગંગોત્રી” નામે એમનો બ્લોગ શરૂ કર્યો ત્યારે આ હ્રદયમાં છુપાયેલા સાહિત્ય પ્રેમને એમણે અનેક ભાવરૂપે વહેંચ્યો. અને આજે, એક સંગ્રહ રૂપે આ પુસ્તકમાં પ્રગટ થાય છે. અહી મારે એક અગત્યનું કહેવું છે. અંગ્રેજી લખાણમાં સરયૂબેને એમના બ્લોગ “ગંગોત્રી” ઍક પોસ્ટ “એ વ્હાઈટ ડ્રેસ વીથ રેડ ફ્લાવર્સ” ( A White Dress With Red Flowers” ) તે વાંચી હું ખુબ જ પ્રભાવિત થઈ ગયો હતો અને એ પોસ્ટ આધારીત મે મારા બ્લોગ “ચંદ્રપૂકાર” પર એક કાવ્ય રચના પ્રગટ કરી હતી. આજે એ લખાણને પુસ્તકના પાન ૨૦૭ પર ફરી વાંચી મારા હૈયે આનંદ અનુભવું છું.

    મેં આટલું લખ્યું કે વધૂ લખું એથી આ પુસ્તકનું પુર્ણ વર્ણન તો ના જ કરી શકું….અને હું કાંઈ સાહિત્યકાર નથી કે મારી પાસે એવું વર્ણન કરવા શબ્દ ભંડાર છે…પણ, પુસ્તકની શરૂઆતમાં સરયૂબેને જે શબ્દોમાં “અસ્મિતા” દર્શાવી એ
    જ ખરેખર સરયૂ હ્રદય ઉંડાણ વિષે કહે છે……. “કલા, કવિતા અને સંગીત જીવનમાં શ્વાસ લેવા સમાન, માતા તથા મામા, શ્વસુર, ભાઈઓએ આપેલો મબલખ રસાસ્વાદ અને જીવનસાથીનો અધ્યાત્મિક કલાસંગીતથી ગુંજતો સહવાસ”…..અને “અમારા જ્ઞાની, સાહિત્ય અને કલા રસિક સ્વજનોના આશીર્વાદ અને પ્રોત્સાહનથી સહજ સરળ વહેતી સર્જન સરવાણી, પરમ કૃપાળુના ચરણોમાં”….આ રહ્યા સરયૂબેનના શબ્દો !…જે વ્યક્તિ અન્યને પ્રેમભાવથી નિહાળી, પ્રભુને યાદ કરે તે એક સાત્વિક વ્યક્તિ કહેવાય. ઉપરના થોડા શબ્દો દ્વારા આ પુસ્તક-લખાણને એમની જીવન યાત્રાના શિખરે લઈ ગયા છે. ગુજરાતી સાહિત્ય જગતમાં આ પુસ્તકની ગણતરી કરી કેવું સ્થાન અપાશે એની જાણ નથી પણ માનવીઓના હ્રદયોના ત્રાજવે તો આ પુસ્તક ખુબ જ આનંદ લાવશે. સરયૂબેને પોતાના જીવનને હ્રદય પૂકારના શબ્દો સાથે મઢી, પરિવારીક કર્તવ્ય પાલન કરતા, સામાજિક સેવા કરી, એક આદર્શ જીવનની ઉપમા આપી છે.

    સરયૂબેનને મારા અભિનંદન !

    ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
    લેન્કેસ્ટર કેલીફોર્નીઆ

  2. saryu said,

    October 29, 2011 @ 9:49 pm

    On Vimochan….In 1993 in memory of Ba, Bhagirathi Mehta-“Jhanvi Smruti” kaviyetri samelan shree Manbhai initiated in ‘Shishuvihar’ Bhavnagar. Munibhai-Ila are support behind it. The result after 18 years was heart warming.
    That’s why to be present and receive the love at the vimochan function was special.
    Saryu

    Bravo!

    It was a special time indeed, a tribute to Pujya Bhaguben and your triumphant moment. I am not sure if you read my comment on Bhavnagari web site, but let me reassert that you have reached your own mountain top keeping alive generational literary tradition. Dr. Chandravdanbhai has it covered deserving complements very well.
    You do resemble Pujya Bhaguben standing tall on the podium.
    Our hearty congratulations again on your literary excellence.
    With Fond Regards,

    Harish Bhatt

  3. Kirit Mehta said,

    November 22, 2011 @ 5:42 pm

    Saryuben,
    The other day I came across in the Akila your photo and the news about your book. Then one night I visited your blog. Well I stayed awake till very late until I finished going through your book–browsing some and reading completely some pieces. I found it very beautiful and interesting. We have crossed path many times but never got chance to know each other much. This was good chance for me! The way you carried yourself and the “rose” kind of intrigued me in our pre-science class and I must have asked subconsciously who is she? That got answered now! It was nice knowing you and your family through your book.
    I also came to know that Munibhai got Padmashree! What an accomplishment.

    Kirit Mehta
    http://www.kiritmehta.com

RSS feed for comments on this post


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.