Archive for કાવ્યો

નીતરતી સાંજ

Posted in કાવ્યો by saryu on September 12th, 2007

  ગાજવીજ અને વરસાદ.રાહ જોતી નજરુ બારણે જઈ જઈને અથડાય.

અંતે ટપ ટપ ટીપાનો ગમતો અવાજ.

નીતરતી સાંજ

આતુર આંખોરે મારી બારણે અથડાય
વાટે વળોટે વળી દ્વારે અફળાય

ગાજ વીજ વર્ષા ને વંટોળો આજ
કેમ કરી આવે મારા મોંઘેરા રાજ!

અરે! થંભોને વાયરા આગંતુક આજ
રખે એ ન આવે તમ તાંડવને કાજ

મૌન મધુ ગીત વીના સંધ્યાનુ સાજ
ઉત્સુક આંખોમાં ઢળે ઘનઘેરી સાંજ

વિખરાયા વાદળા ને જાગીરે આશ
પલ્લવ ને પુષ્પોમાં મીઠી ભીનાશ
ટપટપ ટીપાથી હવે નીતરતી સાંજ
પિયુજીના પગરવનો આવે અવાજ

દીકરીને ખોળે

Posted in કાવ્યો by saryu on August 30th, 2007

our grandson: Kethan. birthdate:8/28/2007–daughter Sangita-Mridul

આજે  પૌત્રજન્મની  પળમાં

મારી નજર જુએ અતિતમા

મારી દીકરી,
નાજુક  ફૂલ  હતી  એ  ત્યારે
મીઠી કળી સી  મારે  ક્યારે
મહેકી  સુગંધ  શાંત  સમીરે
અહીંતહીં દોડતી હરણી ફાળે

આજે,
નવજાત  શિશુ  લઈ  ખોળે
મૃદુલ  હાસ્યભયૉ   હિલોળે
મારી ભીની આંખ નિહાળે
દીકરી ખીલી સોળ કળાયે

અવહેલના

Posted in કાવ્યો by saryu on July 30th, 2007

         DILIP'S PAINTINGS

   બહેન,હું તો પારકા પોતાના ગણી આવી
           દિલે આશા અરમાન ભરી લાવી
                સ્નેહ તાંતણે  ભરોસે  હું ચાલી
           મારી સેંથીએ સીંદૂર ભરી મ્હાલી–બહેન

          એ મધ્યબિંદુ નાનાશા વિશ્વમાં
          એનો આવાસ અંતર વિશ્વાસમાં
             બન્યો હેતુ મારા શ્વાસોશ્વાસમાં
               છુપું આજે  આક્રંદ નિશ્વાસમાં—બહેન

           તુટ્યો નાજુક એ દોર મજધારે
             ઘણોં સાંધ્યો  સંસાર પ્રેમતારે
         ઝટકાથી તોડે મને છોડે નોધારે
         એકલી અટુલી હું કોને આધારે?—બહેન
    
       ભલે નયન રડે અણધારી આંચે
         જલે આત્મદીપ શક્તિની સાથે
        શતૅ શોધીશ હું ખોવયેલ મુજને
          સખી, તારા આ સ્મિતને સહારે—બહેન

बेबसका सहारा

बहेन मै तो पराये अपने समज आई
दिलमे  आशा अरमान  भरी   लाई
स्नेह  तांतणे  भरोसे  थमे  चलदी
मेरी  सेंथीमे  सिंदूर  भरी   म्हाली

वो  मध्यबिंदु  मेरे  छोटेसे विश्वमे
उसका  आवास  अंतर   विश्वासमे
बना  हेतु  वो  मेरे श्वासौच्छ्वासमे
छुपा आज  वो  आक्रंद  निश्वासमे

तुटा नाजुक वो दोर मजधारे
बहोत  सांधा संसार प्रेमतारे
झटकेसे तोड  मुजे छोडा नोधार
ऐकली अटुली मै किसके आधार्!

भले नयन रुए अणधारी आंचसे
जले आत्मदीप शकतिके साथमे
शर्त  ढुंढुंगी  खोइ  हुइ आपको
सखी! तेरे ये स्मितके सहारे
सखी! तेरे ये स्मितके सहारे
                सरयु परीख
       Working with victims of domestic violance (AADA),poems like this has been written.

       helping hand

sis, I accepted strangers as my own

my heart was full of hopes and dreams

I came trusting the thread of love

I enjoyed the bliss of marriage

He was center of my universe

he was staying in my inner most trust

he was the purpose of my breath

now miserable cry in my sigh

that tender string broke in the midst

couldn’t mend it with  all  the  efforts

he cut it with jurks left me sad and helpless

now all alone, whose support will I have!

let the tears flow today due to the sudden burn

but my soul lamp is shining with the inner strength

 promise, I will find my lost self respect

with the help of your sweet smile, o’sis

with the help of your sweet smile 

ઉપેક્ષા

Posted in કાવ્યો by saryu on July 15th, 2007

 ભૂલેલા  કોલ  અને  ભાવોની  ભૂલ
 નીકળેલા બોલ અને અધખીલ્યા ફૂલ
   પ્રેમનીર વિના તરસ્યા રહી જાય
   પીળા પાન પછી લીલા ના થાય


સહોદર  ને  સાથી  કે  નાનેરા બાળ
અંતરનાં  આંગણમાં   યાદોની  જાળ
     રુષ્ક શુષ્ક મોસમ જો જાય
 પીળાપાન પછી લીલા ન થાય

નાજુક  નવબંધન,  પીયુની  પ્યાસ
વાવેલી   વેલને,   માળીની   આશ
   વેલ વ્હાલપની જો એ કરમાય
  પીળા પાન પછી લીલા ના થાય

સમય  ના  સાચવ્યો, ચાલી ગઇ રાત
તુટેલા  હૈયા,  ને  વીતી   ગઇ   વાત
   બળી રાખ હવે ઇંધણ ના થાય

       પીળા પાન હવે લીલા ના થાય

—————————– 

Saahityasarita of houston

2007 ની જાન્યુઆરી બેઠકનો વિષય હતો અપેક્ષા અને ઉપેક્ષા. તેમા ઉપેક્ષા ઉપર સર્યુબેને તેમની આ કૃતી રજુ કરી હતી.કાવ્યનો મધ્યવર્તી વિચાર હતો. જતન માંગતા સબંધો કે મન કે આંગણની વેલ ઉપેક્ષા કરશો નહિ અને સમય જો વીતી ગયો તો…
તુટેલા હૈયા, ને વીતી ગઇ વાત

બળી રાખ હવે ઇંધણ ના થાય
પીળા પાન હવે લીલા ના થાય.
Entry Filed under: કાવ્ય રસાસ્વાદ, સભ્યોની રચનાઓ, સરયૂબેન પરીખ

2 Comments Add your own

·        1. વિવેક  |  February 12th, 2007 at 1:02 pmસુંદર રચના..·        2. ઊર્મિસાગર  |  February 13th, 2007 at 1:42 amVery nice poem…. congrats Saryuben!·         

રેડવુડ ફોરેસ્ટ-Redwood Forest-California

Posted in કાવ્યો by saryu on July 11th, 2007

   આજે  જોયું  કુદરત  ખોળે  મહાભવ્ય મંદિર
  અદભૂત આ અનેરુ સર્જન અજોડ સર્જનહાર

ક્યાંથી આરસ પહાણા લાવ્યા ક્યાંથી આ મીનાર!
ક્યાંનુ  સુંદર  કોતર  કામણ   ક્યાંના    આ ચીનાર!

અહો રે,  આ તો   કુદરત કર્તા   કલાકાર છે   ઇશ
ગગન   ચૂમતા   પહાડો   ફૂલો   વૃક્ષો   ચારે  દિશ

મનમંદિરમાં   શાંતિ   પામું   ઘેઘુર ઘન વનરાય
પથ્થર   લાવી   બાંધે   એવા   મંદિરનુ   શું કામ?

આરસ પથ્થર મોટું  મંદિર કકળે   મંહી ભગવન
રજ કણ  જનમાં દર્શન  થાતા  મારા પરમાત્મન

જુઓ જુઓ   કુદરતને   ખોળે    મહાભવ્ય   મંદિર
પળ પળે  એ રચી રહ્યો છે  વિશ્વ મધુવન  સુંદિર

જીવનનો હેતુ

Posted in કાવ્યો by saryu on July 10th, 2007

શું મારા લખવાથી કવિતાને  ફેર પડશે?
શું મારા  જોવાથી   ફૂલોને    ફેર   પડશે?
શું મારા   સુણવાથી   સૂરોને  ફેર  પડશે?
શું મારી ભક્તિથી ભગવનને ફેર પડશે?

તોય કોણ મને દોરે આ અણજાણે આરે!
ને   કોણ  મને   ખેંચે   છે  અંતર   અંધારે!
ને   કોણ  મને   બોલાવે     શાંતિના સૂરે!
ને   કોણ મને   બહેકાવે   ભીની   સુગંધે!

હું   જ   એક સૂક્ષ્મ  અંશ પ્રકૃત્તિ  ધારાની
હું જ એક મુખ્ય અણું સર્જન કરનારાની
મારા આ જીવતરમાં  સર્જકતા ભરવાની
અમૂલ આ જીવનનો  રસથાળ ધરવાની

અંતરશત્રુ

Posted in કાવ્યો by saryu on July 10th, 2007

જે  સમયે   આવે    અશાંતિ   ને  ક્રોધ
હર સમય માનુ  કોઇ નાખે અવરોધ
સંતની જોઉં  શાંતિ ને  આવે  વિચાર
મારા અંદરના  જ  શત્રુ આવે  બહાર

મારા સ્વજનસંગી અનેક  વિધ રિજવે
તૃષ્ણ મન પળભરમાં અકારણ પજવે
આ આપ્યુ  આ સોંપ્યુ   દીધુ ને લીધુ
અંતે મમ અંતર હતુ એટલુ જ લાધ્યુ

બ્રહ્માની   સૃષ્ટિ   હશે   સુંદર     સુલેખ
મારી   મન    સૃષ્ટિની   સર્જક   હું એક

મુક્તકો

Posted in કાવ્યો by saryu on June 14th, 2007

(૧)
અન્યના બાંધેલા માળખામાં કવિતા પૂરવી ગમતી નથી
અમે તો ડોલન શૈલીના અનુરાગી દલપત છંદબંધી ગમતી નથી

(૨)
અરે! મન ઝંખેલુ દેશથી પરદેશ ક્યારે જઈશ!
માડી, હું તો ત્રણ વરસમાં પછો આવી જઈશ
વર્ષો પછી,
ગયા ગોવિંદ ગોકુળ છોડી મથુરા માયાનગરી મઈ
હાં, ફરી ન આવ્યા, માને મનાવી એ જ દિલાસો દઈ

(૩)
ઇશ્વર આપે અમે ન લઈએ
ઇશ્વર માંગે અમે ન દઈએ
સપનાના સોદગર તોયે
સર્વ સમેટી રહીયે
‘મારું મારું’ કરતા કરતા જીવન જીવી જઈએ

(૪)
અગણિત અણજાણ્યા મનખા ના બોલે,ના અટકે
જો જાણીતો જાનમ ના બોલે ના અટકે,તો ખટકે
ચિત્તના   ચકડોળે  એ  અવળો   થઈ    અટકે
ને   રુદિયાની   ચાદરમાં    ચીટ્ટી  સો   ચટકે

(૫)                  
ચિત્તની ચંચળતા                  
   મનની ભાગદોડ
અતૂટ શાંત કોલાહલ

(૬)
કાવ્યોમાં ભાવભીની લાગણીનુ નર્તન
   સત્ય શિવમ ચેતનાનુ નૃત્યોમાં દર્શન

(૭)
હે સુજન! ના હારતોરા, એક ફૂલથી પણ ચાલશે
ના ગુણગાન દંભીના, ભીની નજર એક ચાલશે
ગુરુના આશ વચનો ના, આદેશ વચનો ચાલશે
રે ઇશ્! ના વર્ષો, બસ એક પળ નિકટ તવ ચાલશે

 (8)
હું સાધુ જેવો, મારી જરુરત અમથી આટલી
ચાલ્યો પ્રવાસે ત્યારે જાણ્યુ,
મારી પાળી પળોજણ કેટલી!

(૯)
વતનમાં જ્યારે કે’તા કે, “ભાવનગરના મહેતા”
વતનવાસીઓ ઘણુંય સમજે,જરાક એટલુ કહેતા
પણ પરવતનના પરલોકી કેમ ન કાંઇ સમજતા
થાકી હું તો, બહુ સમજાવી પરિચય દેતા દેતા

(૧૦)
સાધકનુ દિવ્યજીવન સાધનાને અર્પણ
ફલશ્રૂતિ અહમ્ આશ પ્રણવને સમર્પણ

(૧૧)
સમયના વ્હેણ સાથે, આપણો વિશ્વાસ વધશે
દયા ને સ્નેહ દેતા, આપણામા પ્રેમ વધશે
સતત એક જ રટણ કરતા, અભ્યાસ વધશે
કરો જો પાંચ ભેગા જણ, હવે વિખવાદ વધશે

LET GO

Posted in કાવ્યો by saryu on June 7th, 2007

We raised you with love and tenderness.

We gave you all the worldly happiness

We surrounded you with all the kindness

You responded and returned all that gentleness But now I have to learn to let go

I finally emerge,

From the interlude of the emotional  blackmail 

And tears of my wounded heart wail

So my child,

 I set you free to your own universe

I set you free from my bondage of desires

 I set you free with a happy tear in my eyes

Forever,

Open my heart and open my door

I’m happy you come, discern you don’t

કેમ પામું?

Posted in કાવ્યો by saryu on June 7th, 2007

ખાનગી આ ખાસિયત માનવીની જાત
  ના પામે   ઇચ્છેલુ,   સમજાવુ  વાત

” પ્રેમ નથી આપતા માન નથી આપતા”
માંગશે ને ઝૂરશે ને કરશે કકળાટ

પણ, આપવાનુ આવશે તો કરશે કચવાટ
જે વાંચ્છે   તે  આપે   તો   સુંદર   ભવવાટ

કરતા   ફરિયાદ    રુંધિ    અંતરનુ    વ્હાલ
અપૂર્ણની   આજ   ક્યમ   પૂર્ણ  બને   કાલ!

ભૂલી ન જાવ ભલા  દિલથી   જે   વાવેલું
આવી એ આજ મળે  જીવતરમાં  આપેલું


« Previous entries · Next entries »

 Type in