સંબંધો

સંબંધો
સહજ સાજ તૂટતા સંબંધોને તૂટવા દે
લાગણીની ગાંઠો સરી છુટે, તે છુટવા દે
ખેંચી તાણીને ફરી સાંધીને બાંધેલી
દંભી દોસ્તીની ઝાંય ઝાંખી, ભૂંસાવા દે
વહેતી નદી ને સદા તરતાં આ પાન જાય
બીજા ખરી, સાથ તરી, વહેણે વિખરાય જાય
બહુ રાખ્યે ના રે’ તો વહેતા રે મૂકજે
થાયે તે સારુ, કહી દિલથી વિસારજે
ભવની ગાડીમાં ચડે, અણજાણ્યા આવશે
પ્રેમ સહિત બેસાડી ભવભાતુ આપજે
સંગ સંગ થોડી સફર, ઉતરે ત્યાં અલવિદા
અભિગમના ઓરતાં ના રાખજે
સગપણના જાળામાં ગુંગળાવી ગુંગળાવી
મસ્તાના મોરને ના મારજે
પ્રીતભર્યા પલકોના મોતીને વીણી વીણી
પરવાના તારથી પરોવજે
————–
અભિગમ=મુલાકાત , પરવા=દરકાર
Harnish Jani said,
November 11, 2009 @ 7:00 pm
” Wah! Bahu Saras Sambandho ni vaat kari-”
Harnish Jani
Mrs. Bakul Vyaas said,
November 13, 2009 @ 5:38 pm
Dear Saryuben
Beautiful poetry. Thank you for sharing. Its been expressed so well.
regards,
Bakul
Dr.Mehta, Munibhaai said,
November 14, 2009 @ 4:47 pm
SARAS!!!Secret is KEEP FLOWING.
munibhai
sapana said,
November 27, 2009 @ 11:00 pm
પહેલિ વાર આવી તમારા બ્લોગમા ઘણી ઉંડિ વાતો લખો છો સરસ લખો છો લખતા રહેશો શુભેચ્છા!
સપના
Narendra Jagtap said,
November 28, 2009 @ 1:29 am
સરસ ખુબ સરસ બહેનજી..તમે સંબંધ ..નદી..ભવ…અને સગપણ..ને સુંદર રીતે વણ્યાં છે…અભિનંદન