દસકામાં વિભાજન

Posted in કાવ્યો by saryu on July 16th, 2009

 

ચિત્રઃ દિલીપ પરીખ

                  દસકામાં વિભાજન

અવિરત આ જીવનમાં દસકાનુ દર્પણ
પ્રતિબિંબ અલગ કર્મ  ક્ષેત્રને સમર્પણ

 
શીશુકાળ  પ્રેમાંગણ હસી ખીલ્યા ચાતુર
બીજા દાયકામાં ચિત્ત ઉત્સુક મન આતુર
 

ત્રીજા દસકામાં જીવન પૂર્ણ કળા ખીલ્યુ
ચોથામાં  ફૂલ  મધુ ફળ  બની   વિલસ્યુ

 
પંચમ  દસકામાં   અનુભવથી   ગંભીર
સેવા   સમર્પણ   ધ્યાન  અંતર    મંદિર
 

છઠ્ઠા  દસકામાં   પૌત્ર  પૌત્રીની   સંભાળ
અદભૂત આ આજ ગુંથે કાલની ઘટમાળ

 
ગયા દાયકાઓ,  પ્રતિબિંબને   નીહાળું
પળની કોઇ પરિમલમાં મનને ઝબોળું
 

એક એક  કર્મને  મેં  પૂર્ણતાથી  મ્હાણ્યુ 
શાંતિ સંતોષ સહજ  એ  જ  મહેનતાણુ

         ————–

1 Comment »

  1. devika dhruva said,

    July 16, 2009 @ 2:10 pm

    સંસારનું સુંદર સરવૈયુ,
    સંતોષ,શાંતિ સ્વરૂપ સરયૂ,
    અહો ,આજ કેવું અનોખું
    કલમેથી આપની આજે સર્યું !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment


Powered By Indic IME