કૃષ્ણલીલા
કૃષ્ણલીલા
મનડાંના મધુવનમાં રાસ લે રસીલી
શ્યામ સંગ શ્યામ રંગ રાધા રંગીલી—
જન્મકર્મ રંગોળી આંગણ સજેલી
મંડપમાં વૈરાગે આવી વહેલી—
આમંત્રે તત્વજ્ઞાન સહોદર સહેલી
સ્થીરભાવ શાંતચિત્ત નિર્ગુણ નવેલી—
આસક્ત એકરસ એકધ્યાન ચેલી
કૃષ્ણ કૃષ્ણ રોમ રોમ ઘેલી અલબેલી—
ગોકુળ સા ચિત્તવનમાં કૃષ્ણલીલા ખેલી
સાંખ્યજ્ઞાન જ્ઞાતાને અનુપમ સુખ હેલી—
