ચંદ્રમા

Posted in કાવ્યો by saryu on January 17th, 2008

P337 ચંદ્રમા

ઊંચેરી   ટેકરી   ને   ઊંચો   આવાસ
પાછલી   પરોઢનો   નિર્મળ   ઉજાસ
આછેરી  ઊંઘમાં   મંજુલ    આભાસ
     ટહુકો  હું સાંભળુ,   જાગ્યો ‘બિશ્વાસ’

ઉમંગે  ઉઠી  આવી  હું   લેવાને બાળ
ચકિત બની  ચંદ્રમાને  જોઇને બહાર
નીરવ સૌમ્ય અંબરને તારલાની હાર
     મસ્તાની   ચાંદની   મોહે    મન બહાર

લાગણીની   લહેરો   દિલમાં લહેરાય
દૂર   દેશ   દેવા   સંદેશ    ઉડી    જાય
પ્રિયત્તમ! આ ચાંદની ને મીઠેરો ચાંદ
      અર્પે  છે  મધુરી  અમ જીવનની  યાદ

 

1 Comment »

  1. vijayshah said,

    January 18, 2008 @ 5:03 am

    સરસ પ્રકૃતિ કાવ્ય…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment


Powered By Indic IME