દીકરી

Posted in કાવ્યો by saryu on June 2nd, 2007

મા દીકરીના  મનના    એવા  પાકા  તાણાંવાણાં
મૃગનયની આંખોમા જેવા શાંત સૂતેલા શમણાં

દીકરીના સૌ ભાવ નવેલા  માને  આવી  પંહોચે
દીકરીને  દિલ  આંસુ  ઝરતા માને જઈ  ભીંજાવે

જીવન નૈયા દીકરી કેરી  જાય  અહીંતહીં ભટકી
તો    સાથે  સાથે  મા  તણાયે     કાંઠે   ઉભી  ઉભી

જ્યારે  દીકરી   હૈયુ   ઝુમે   આનંદ   હેલી   નાચે
તો માનુ યે મન  ઘેલું ઘેલું  વિના કારણે નાચે

દીકરો માનો દીકરો રહેશે  કદાચ  જીવન   વાટે
દીકરી સોટચ માની રહેશે ‘સરયૂ’જીવતર સાટે

1 Comment »

  1. said,

    June 4, 2007 @ 9:39 am

    દીકરી જે અંધારા મા પ્રકાશ બની ને જીવન પ્રગટાવે…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment


 Type in