મૂંઝવણ
સખી! કેમ કરી જાણું આ મોહનની વાંસળી
કે ખાલી કોઇ વાંસની વાસળી!
સખી! કેમ કરી જાણું આ સર્વોત્તમ સાધુ
કે મારા સમ કોઇ જિજ્ઞાસુ!
સખી! કેમ કરી જાણું આ ઇશ્વરના ક્રુપાકુરુ
કે મનને મનાવેલ ગુરુ!
સખી! કેમ કરી જાણું સ્વીકારુ આ શમણું
કે આગળ પંથે કોઇ શરણું!
સખી! કેમ કરી જાણું આ મારગ છે સાંચો
કે ભટકુ હું મારગ લઈ ખોટો!
આદિ કોઈ કાળમાં બુધ્ધ અને ક્રુષ્ણા
આ કાળે ક્યાં છે મીટાવે મમ ક્ષુધ્ધા!
ભક્તિ ને શાંતિ બે સર્વ પળે શોધ્યા
કોણ હાથ ઝાલી લઈ જાશે અયોધ્યા!


Powered By
said,
June 1, 2007 @ 4:26 pm
very nice saryuben..