સંતાનને Let Go—
ભાવભર્યા પ્રેમ મધુ ગીતે ઉછેર્યાં
સંસારી સુખચેન સુવિધા વર્ષાવ્યા
હેતાળે પ્રેમાળે કામળે લપેટ્યા
હૈયાની હુંફમાં હિલોળા, ઓ બાળ મારા
મીઠાં અમ મમતાના કુમળાં આસ્વાદને
વળતરમાં આનંદે ભરીયા આવાસને
હાસ્યે અમ દીલને બહેલાવ્યા અશેષને
હૈયાની હુંફમાં હિલોળા, ઓ બાળ મારા
પણ આવી છે આજ ઘડી શીખવાની ત્યજવાની
આગળ એ ક્યાંય ગયા, નવજીવન નવ સાથી
પાછળ તું વલખા કાં મારે ઓ જીવ મારા?
આંસુના તોરણ ને ઉંના નિશ્વાસ પછી
મન મનન મંથન ને ઉરના ઉજાસ પછી
આપુ છુ મુક્તિ આજ તારા નવજીવનમાં
આપુ છુ મુક્તિ મારી આશાના બંધનમાં
આપુ છુ આંસુ સાથ ખુશી મારા નયનોમાં
સાચા આ સ્નેહની કસોટી,ઓ બાળ મારા
તું જ્યારે ચાહે, છે ખુલ્લુ આ દ્વાર મારુ
આવે તો વારુ, ના આવે ઓવારૂં


Powered By