માધવ હસતા

Posted in કાવ્યો by saryu on April 15th, 2007

           વિશ્વમાં    વૈશ્વવિકતા   જોઇ
          સરલ  તરલ ભાવુકતા જોઇ
          હૃદય સુજન માનવતા જોઇ
         શ્યામ મિલન આતુરતા જોઇ
મીઠું મીઠું માધવ મલકે માનવને હરશાતા જોઇ

         જ્યારે જનમન એક જ તાને
          મન મોહક મંદિર ઘર માને
          સ્થિતપ્રજ્ઞને  ચરણે  જઈને
          ઓમકાર સૂર સૂણવા  કાને
ત્યારે માધવ મીઠું હસતા માનવને મલકાતા જોઇ

          આદત અવળી ના બાળકમાં
          સંપૂણૅ  શ્રધ્ધા મહા પાલકમાં
          ધીર ગંભીર સમતા સાધકમાં
          અસીમ પ્રેમ  ક્રૃપા  પાલકમાં
એવા માધવ મીઠું હસતા માનવને મલકાતા જોઇ

1 Comment »

  1. said,

    April 16, 2007 @ 2:52 am

    vah suNdar rachana

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment


 Type in