સ્વભાવ
સુમતિ ને કુમતિ, સમતા સમભાવ
ભારેલા અગ્નિમાં, ઢાંક્યો સ્વભાવ
મધુકર ને માક્ષિકા માહલે છો મિત્રતા
મધુ લેશે મધુકર, ને માખી મલિનતા
ઘન ઘેર્યા સૂર્યદેવ, હિમની વર્ષા
તમસ તિમિર આત્મા, તે વ્યથાવર્ષા
ઘસી ઘસી જ્ઞાની કરે ઉજળી અજ્ઞાનતા
પામરની પૂંછ, સીધી કરવી જીવાત્મા
ત્યાગે દુ:સંગ કામ ક્રોધના અવરોધ
પુણ્યયોગ પ્રાપ્તિ ચિત્ત વૃત્તિ નિરોધ.


Powered By