કૂંપળ

Posted in કાવ્યો by saryu on March 22nd, 2007

       કૂંપળ

કરમાતી વાસંતી વેલ
હાય! મારી ધીરજ ખૂટી
જીવન ને મૃત્યુના ઝોલામાં
 હાશ! આજ કૂંપળ ફૂટી

ઓચિંતા એક દિન દીઠી
ને મરડીને યાદ મીઠી ઉઠી
વાવેલી બાપુએ જતનથી
ને વીરાએ નીરથી સીંચેલી

કોમળ આનંદથી ઝૂલાવી
ફૂલો હૂં વીણતી ગુલાબી
અદકા આહ્ લાદથી ગુંથેલી
તરસુ પળ પામવા વિતેલી

કાળજી કરીને એને કાપી
ભાવેણી ભગિનીએ આપી
પ્રિતમના મોંઘેરા વેણ સમી
હાશ! નવી કૂંપળ ફૂટી

              

4 Comments »

  1. said,

    March 22, 2007 @ 2:46 am

    અભિનંદન સરયુ બેન.

  2. said,

    March 22, 2007 @ 10:19 am

    possitive thinking

    Neela Kadakia

  3. said,

    March 22, 2007 @ 5:28 pm

    સુંદર નામ…
    અભિનંદન…
    બ્લોગજગતમાં હાર્દિક સ્વાગત…

    અમીઝરણું…

  4. said,

    March 23, 2007 @ 1:42 am

    ગુજરાતી બ્લોગજગતમાં તમારું હાર્દિક સ્વાગત!
    અને આ બ્લોગ માટે પણ અભિનંદન !

    તમારો આ બ્લોગ સહિયારું સર્જનનાં લિસ્ટમાં લેવા માટે તમારો ટુંકમાં પરિચય આપશો તો ગમશે!

    તમારા બ્લોગ પર આજે તો આ સરસ કૂંપળ ફૂટી છે… કાલે એ મોટું વૃક્ષ બને એવી શુભેચ્છાઓ સહ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment


 Type in